ગુજરાત

gujarat

By

Published : Apr 9, 2019, 10:29 AM IST

Updated : Apr 9, 2019, 12:33 PM IST

ETV Bharat / bharat

આર્ટિકલ 370 પર મહેબૂબા મુફ્તીનું ટ્વીટ, કહ્યું: કલમ નાબૂદ થશે તો દેશ સળગશે

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને હટાવવાના ભારતને ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે, અનુચ્છેદ 370 પર જો હિંદુસ્તાનના લોકો નહી સમજે તો તેનો ઇતિહાસમાં ઉલ્લેખ પણ નહી જોવા મળે.

ફાઇલ ફોટો

મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે, અનુચ્છેદ 370 પર કોર્ટમાં સમય શા માટે બર્બાદ કરવો, ભાજપ અનુચ્છેદ 370 ખતમ કરે. મુફ્તીએ શાયરીના અંદાજમાં કહ્યું કે, "ના સમજોંગે તો મિટ જાઓગે, યે હિંદુસ્તાનવાલો.. તુમ્હારી દાસ્તાં તક ભી ના હોગી દાસ્તાનો મેં".મહેબૂબા મુફ્તીએ ટિ્વટ કરી કહ્યું કે ભાજપ રાજ્યમાંથી કલમ 370 હટાવવાની વાત કરે છે. જો 370 કલમ નાબૂદ કરવામાં આવશે તો કાશ્મીર નહીં દેશ સળગશે.

વધુમાં કહ્યું કે, આપણે જાતે જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઇ જઈશું કેમ કે ત્યારે ભારતીય બંધારણ જમ્મુ-કાશ્મીર પર લાગુ નહીં પડે.

તો આ બાબતને લઇ અગાઉ નેશનલ કોંન્ફરંસ પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને 370 ખતમ કરવાની વાત પર તેમણે કહ્યું કે, જોઈએ કોણ ખતમ કરે છે આ કલમ ને? અલ્લાહને મંજૂર હશે તો અમે ભારતથી આઝાદ થઈ જઈશું. ફારુક અબ્દુલાએ તીખા શબ્દોમાં કહ્યું જો આવું થશે તો અમે પણ જોઈએ છીએ કે કોણ ઝંડો ઉઠાવે છે.

Last Updated : Apr 9, 2019, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details