જવાન આશિફ અહમદ જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફૈન્ટી (JAKLI)ની 25મી બટાલિયનમાં સામેલ હતો. મળતી જાણકારી મુજબ, આશિફ અહમદની અજ્ઞાત બંદૂકધારીઓએ ગાળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બાદ સુરક્ષાદળોના કેમ્પમાં તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હાલ અપરાધીઓની તપાસ કરવામાં આવી રહી છે.
પુલવામામાં સેનાના જવાનની હત્યા, LOCમાં વ્યાપાર ઉપર પ્રતિબંધ - JAKLI
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાના જવાનની ગોલી મારીની હત્યા કરી દેવામાં આવી છે. જવાનની ઓળખ આશિક અહમદના રૂપમાં થઈ છે.
સ્પોટ ફોટો
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આશિફ અહમદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આશિફનું મોત થયું હતું. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગ્લના વિસ્તારમાં બની છે. મળતી સૂચના મુજબ, જમ્મુ-કાશ્મીરની સરહદ (LOC) પર પાકિસ્તાનના સૈનિકો લગાતાર ગોલીબારી કરી રહ્યા છે. હાલમાં પુંછમાં ફાયરિંગ થઈ રહ્યું છે. ભારે ગોળીબારી બાદ ભારતે LOC પર વ્યાપાર રોકવાની સૂચના છે.