દહેગામ તાલુકાના ગામમાં રહેતા સરદારસિંહ ઝાલાનો એકનો એક પુત્ર ધર્મેન્દ્રસિંહ આર્મીમાં ફરજ બજાવે હતો, ત્યારે હાલમાં આ આર્મી જવાન ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે દરમિયાન આજે બુધવારે સવારે પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઈ કરી રહ્યો હતો, ત્યારે તેમાંથી ગોળી છુટતા જવાનનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા પરિવારજનો સહિતનો કાફલો રખિયાલ ખાતે પહોંચ્યો હતો, તો બીજી તરફ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગોળી વાગ્યા બાદ યુવાનના મૃતદેહને રખિયાલ CSC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.