ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સુરક્ષા વિશે પુસ્તક લખ્યું, આર્મી ચીફ નરવણેએ પુસ્તકનું અનાવરણ કર્યું - આર્મી ચીફ નરવણેએ પુસ્તકનું અનાવરણ કર્યું

વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વિશે પુસ્તક લખવામાં આવી છે. આ પુસ્તકનું અનાવરણ આર્મી ચીફ નરવણે દ્વારા કરવામાં આવ્યું છે.

army-chief-unveils-book-by-students-on-national-security
વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સુરક્ષા વિશે પુસ્તક લખી

By

Published : Aug 27, 2020, 5:50 PM IST

નવી દિલ્હીઃ વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વિશે પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું અનાવરણ આર્મી ચીફ નરવણે દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ છે, 'નેશનલ સિક્યોરિટી ચેલેન્જિસઃ યંગ સ્કોલર્સ પર્સસ્પેક્ટિવ.' વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. ડૉક્ટરેટ વિદ્યાર્થીઓથી લઈને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સુરક્ષા વિશે લખ્યું છે.

આ પુસ્તકને સેન્ટર ફોર લેન્ડ વૉરફેર સ્ટડીઝ (CLAWS) દ્વારા 17 ઓગસ્ટે પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તક દ્વારા ફિલ્ડ માર્શલ માનેકશૉને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. માનેકશૉ 1971 ભારત પાકિસ્તાન યુદ્ધના રણનીતિકાર હતા.

આ પુસ્તકને 3 કેટેગરી વહેંચવામાં આવ્યું છે.

  • કૉન્સેપ્ટ્યુલ અંડરસ્ટેન્ડિંગ એન્ડ ફેસેટ્સ ઓફ ઈન્ડિયાઝ નેશનલ સિક્યોરિટી (conceptual understanding and facets of India's national security)
  • સાયબર થ્રેટ્સ, સિક્યોરીટી એન્ડ નેશનલ (cyber threats and security and national)
  • રિજનલ એન્ડ ગ્લોબલ એક્સપિરીયન્સ (regional and global experiences)

CLAWSએ નક્કી કર્યું છે કે, આ પુસ્તકને લગભગ બધી યુનિવર્સિટી સુધી પહોંચાડવામાં આવે, જેમાં IITs, IIMs, NLUs અને બિઝનેસ સ્કૂલનો પણ સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details