ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મહામારીમાં ભારત દવાની નિકાસ કરે છે અને પાકિસ્તાન આતંકવાદની નિકાસ: સેના પ્રમુખ - જમ્મુ કશ્મીર

પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતા યુધ્ધવિરામના ઉલ્લંઘનને લઇને સેના પ્રમુખ જનરલ એમ.એમ નરવણેએ કહ્યું કે, અત્યારે વિશ્વમાં કોરોનાની મહામારી છે. ભારત વિશ્વમાં દવાની નિકાસ કરવામાં વ્યસ્ત છે જ્યારે પાકિસ્તાન આતંક ફેલાવવામાં વ્યસ્ત છે.

કોરોનાની મહામારી
કોરોનાની મહામારી

By

Published : Apr 17, 2020, 4:32 PM IST

શ્રીનગર: જમ્મુ કશ્મીરના કુપવાડામાં સેના પ્રમુખ જનરલ એમ.એમ નરવણેએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુધ્ધવિરામના ઉલ્લંઘન અંગે કહ્યું કે, આ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. એક તરફ વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન અમારા માટે મુસીબત બની ગયું છે.

સેનાના પ્રમુખે કહ્યું કે, અત્યારે આપણે નાગરિકોની સુરક્ષાને લઇને વ્યસ્ત છીએ. ત્યારે બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં સેનાકર્મીઓના કુલ 8 વ્યકિતઓ જ કોરોના સંક્રમિત થયા છે.

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને પૂંછ જિલ્લાના નગરોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારબાદ ભારતીય સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details