આસામના કામરૂપ જિલ્લાના બોકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલોહિકાશના નિવાસી 52 વર્ષિય સનાઉલ્લાહ બોર્ડર પોલીસમાં સહાયક ઉપ-નિરીક્ષક તરીકે કામ કરે છે. સનાઉલ્લાહને વિદેશીઓ માટે બનાવેલ ન્યાયાધિકરણે વિદેશી જાહેર કરવામાં આવ્યો છે.
સનાઉલ્લાહનું કહેવું છે કે, તેઓ ભારતીય નાગરિક છે. તેનો પરીવાર 1935 થી આસામમાં રહે છે. તેમની પાસે નાગરિકતાને આધારેના બધા જ ડોક્યુમેન્ટસ હાજર છે. સનાઉલ્લાહનું કહેવું છે કે, તેઓ ન્યાયાધિકરણના નિર્ણય વિરૂદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.