ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સશસ્ત્ર દળ માનવ અધિકાર કાયદાઓનો ખૂબ આદર કરે છે: જનરલ બિપિન રાવત - સશસ્ત્ર દળ

નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, ભારતીય સૈન્ય માનવ અધિકારના કાયદાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને તે સંપૂર્ણ તટસ્થ છે.

ETV BHARAT
સશસ્ત્ર દળ માનવ અધિકાર કાયદાઓનો ખૂબ આદર કરે છે

By

Published : Dec 28, 2019, 9:20 AM IST

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, ભારતીય સૈન્ય ખૂબ શિસ્તબદ્ધ રહે છે. તેમણે વધુમાં કહ્યું કે, સશસ્ત્ર દળ માનવ અધિકાર કાયદાઓને ખૂબ માન આપે છે અને તેમણે માત્ર દેશના લોકોના માનવ અધિકારની જ નહીં પરંતુ તેમના શત્રુઓના હકની પણ રક્ષા કરી છે.

જનરલ બિપિન રાવતે કહ્યું કે, ભારતીય સૈન્ય માનવતાના, શરાફાતના મૂળ પર કામ કરે છે. તે સંપૂર્ણ નિરપેક્ષ છે.

આર્મી ચીફે કહ્યું કે, 'ભારતીય સશસ્ત્ર દળ ખૂબ શિસ્તબદ્ધ છે અને માનવ અધિકાર કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનું ખૂબ સમ્માન કરે છે. ભારતીય સશસ્ત્ર દળ પોતાના લોકોના માન અધિકારને સુનિશ્ચિત કરવા સાથે જ જિનીવા સંધિ મુજબ યુદ્ધના કેદીઓની સાથે પણ સારો વ્યવહાર કરે છે.

જનરલ રાવતે માનવ અધિકાર ભવનમાં 'યુદ્ધ કાળ અને યુદ્ધના બંધ કેદીઓ'ના વિષય પર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના (NHRC) તાલીમાર્થીઓ અને વરિષ્ઠ અધિકારીઓને સંબોધન કરી આ અંગે કહ્યું હતું.

તેમણે કહ્યું કે, આર્મી હેડક્વાર્ટરે 1993માં હ્યુમન રાઇટ્સ સેલનું નિર્માણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details