પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાનની કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ છે. રાજ્યપાલ તરીકે જવાબદારી લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું હતુ કે, હું નસીબવાળો છું કે મને આ તક મળી છે.તે ઉત્તરપ્રદેશના છે પરંતુ તેમને દક્ષિણના કેરળ રાજ્યની સેવાની જવાબદારી સોપવામાં આવી છે. દેશની મહાનતાનું ઉદાહરણ એ છે કે,ઘણી વિવિધતા હોવા છતા દરેક લોકો એકબીજા સાથે જોડાયેલા છે.
કેરળના રાજ્યપાલ તરીકે આરીફ મોહમ્મદ ખાનની નિમણૂંક, PM મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો - ત્રિપલ તલાક
નવી દિલ્હીઃ રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન રહેલા આરીફ મોહમ્મદ ખાનની કેન્દ્ર સરકાર દ્વારા કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આરીફ મોહમ્મદ ખાન ત્રિપલ તલાકના મુદ્દા પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. PM મોદીએ સંસદમાં તેમના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.
modi
આરીફ મોહમ્મદ ખાન દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત કાર્યક્રમ ઇમામે એ હિંદ રામ સબકે રામમાં તેઓ મુખ્ય વક્તા હતા. આરીફ મોહમ્મદે કાર્યક્રમ સંબોધતતા કહ્યું કે, રામનું અસ્તિત્વ કોઇ પણ જાતિ અને ધર્મથી ઉપર છે. મોદી સરકારમાં કેરળનાં રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાનનું પદ મહત્વનું માનવામાં આવે છે. આરીફ મોહમ્મદ ખાન પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે.