ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત CEO ની નિમુણક, વીકે યાદવે સંભાળ્યો કાર્યભાર - CEO in rail

કેન્દ્ર સરકારના વી.કે યાદવની રેલવે બોર્ડના CEO તરીકે નિમુણક કરાઇ છે. રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે CEOનું પદ આપવામાં આવ્યું છે.યાદવ રેલવે બોર્ડના પ્રથમ CEO હશે. તેઓ વર્તમાન રેલવે બોર્ડના ચેયરમેન છે.

વીકે યાદવે સંભાળ્યો પદભાર
વીકે યાદવે સંભાળ્યો પદભાર

By

Published : Sep 3, 2020, 9:19 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક બાબતો સમિતિએ CEO (મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે રેલ્વે બોર્ડના વર્તમાન અધ્યક્ષ વી.કે. યાદવની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રેલ્વેના ઇતિહાસમાં પહેલીવાર CEOની રચના કરવામાં આવી છે. યાદવ CEO પદ સંભાળશે.

અગાઉ કેબિનેટે રેલવે બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપી હતી. આ અંતર્ગત બોર્ડના સભ્યોની સંખ્યા આઠથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. આ પગલું રેલવેમાં રજૂ કરાયેલા મોટા પાયે સુધારા હેઠળ લેવામાં આવ્યું છે.

યાદવને અધ્યક્ષ અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પ્રદીપ કુમારને સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), પીસી શર્મા સભ્ય (ટ્રેક્શન અને રોલિંગ સ્ટોક), પી.એસ. મિશ્રા સભ્ય (ઓપરેશન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ) અને મંજુલા રંગરાજન સભ્ય (ફાઇનાન્સ) તરીકે નીમવામાં આવ્યા છે.

મંત્રીમંડળની નિમણૂક સમિતિના જણાવ્યા મુજબ આ અંતર્ગત રેલ્વે બોર્ડમાં સભ્ય (સ્ટાફ), સભ્ય (એન્જીનિયરિંગ) અને સભ્ય (મટિરીયલ મેનેજમેન્ટ) ત્રણ પદને રદ કરવામાં આવ્યા છે. મેમ્બર પોસ્ટ (રોલિંગ સ્ટોક) નો ઉપયોગ ઉચ્ચ સ્તરે ડિરેક્ટર જનરલ (માનવ સંસાધન) ની પોસ્ટ બનાવવા માટે કરવામાં આવતો હતો.

ABOUT THE AUTHOR

...view details