ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના વેપારમાં સળવળાટ, એક મહિના પછી 700 ટ્રક સફરજનની નિકાસ - નવી દિલ્હી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દુર થવાનો એક મહિનો પૂરો થયો છે. હવે કાશ્મીરના વેપારમાં થોડી-થોડી ચમક આવી રહી છે. લોકો પોતાના વેપાર-ધંધાને શરુ કરી રહ્યા છે. ગુરુવારે 700 ટ્રક ભરીને સફરજનનું નિકાસ થઈ હોવાની જાણકારી સેનાના અધિકારીએ આપી હતી.

જમ્મુ-કાશ્મીરના વેપારમાં સળવળાટ, એક મહિના પછી 700 ટ્રક સફરજનની નિકાસ

By

Published : Sep 6, 2019, 3:42 AM IST

5 ઓગષ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરાઈ હતી. ત્યારપછી કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરુપે કલમ 144 લાગુ કરાઈ હતી. ધીરે-ધીરે વિવિધ વિસ્તારોમાં રાહત અપાઈ હતી. એક મહિના પછી હવે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાજ્ય વેપારમાં સળવળાટ થયો છે. રાજ્યમાં વ્યાપારીક ગતિવિધિઓ શરુ થઈ છે. સફરજનની સીઝન ચાલી રહી હોવાથી સુરક્ષાદળો દ્વારા ફળો પરના આંતરરાજ્ય વેપાર લદાયેલા પ્રતિબંધો તબક્કાવાર રીતે દુર કર્યા છે.

સેનાના અધિકારીએ જણાવ્યુ હતું કે, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાંથી 300 ટ્રકો તેમજ સોપોર બજારમાંથી 400 ટ્રક ભરીને સફરજનનો જથ્થો એક્સપોર્ટ કરાયો છે. આ જથ્થો અન્ય રાજ્યમાં મોકલાશે.નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં સફરજનનું ઉત્પાદન વિપૂલ પ્રમાણમાં થાય છે. સફરજનની ખેતી અને નિકાસથી 1 હજાર કરોડની આવક મળે છે.

ABOUT THE AUTHOR

...view details