નવી દિલ્હીઃ દેશના 11માં રાષ્ટ્રપતિ રહી ચુકેલા મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મજયંતિ છે. 15 ઓક્ટોબરે 1931ના રોજ રામેશ્વરમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. આજે તેમની જન્મ જયંતિની અવસરે દેશના કેટલાય દિગ્ગ્જોએ તેમને સલામ કર્યા છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહથી લઈ અનેક કેન્દ્રિય પ્રધાનોએ ટ્વિટના માધ્યમથી અબ્દુલ કલામને યાદ કર્યા છે.
ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મજયંતિ, શાહ સહિતના નેતાઓએ કર્યા સલામ - વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ
દેશના 11માં રાષ્ટ્રપતિ રહી ચુકેલા મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મજયંતિ છે. 15 ઓક્ટોબરે 1931ના રોજ રામેશ્વરમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. આજે તેમની જન્મ જયંતિના અવસરે દેશના કેટલાય દિગ્ગ્જોએ તેમને સલામ કર્યા છે.
ગહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી લખ્યુ કે, 'ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મ જયંતિ પર સલામ, એક વિજનરી લીડર, ભારત સ્પેસના અને મિસાઈલ પ્રોગ્રામ બનાવનાર, જે હંમેશા એક મજબુત અને આત્મનિર્ભર ભારત બનાવવા ઈચ્છતાં હતા. વિજ્ઞાન અને શિક્ષાના ક્ષેત્રમાં તેમનું યોગદાન પ્રેરણાદાયી છે.'
કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી લખ્યું કે 'પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામની જન્મ જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 21મી સદીના ભારતને સમર્થ , સશક્ત અને સક્ષમ બનાવવામાં તેમનું અમુલ્ય યોગદાન છે. તેમના આદર્શ અને અનમોલ વિચાર હંમેશા પ્રેરણા આપતા રહેશે તે યુવાઓ માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે.'
- ડૉ .એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર,1931માં રામેશ્વરમમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમને ફિજિક્સ અને વિજ્ઞાન સંબંધિત અન્ય વિષયોમાં અભ્યાસ કર્યો હતો.
- અબ્દુલ કલામને પદ્મ ભૂષણ(1981), પદ્મ વિભૂષણ(1990) અને ભારત રત્ન(1997) ના સન્માનથી નવાજવવામાં આવ્યાં છે.
- ડૉ અબ્દુલ કલામ ભારતના 11 માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે, તેમણે 2002થી લઈ 2007 સુધી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. તેઓ ભારતના લોકપ્રિય રાષ્ટ્રરતિમાંના એક રહી ચુક્યા છે, જેનો બાળકોમાં બહુ જ ક્રેઝ હતો.
- ડૉ અબ્દુલ કલામનું સપનું પાઈલટ બવનવાનું હતુ, પંરતુ તે પુરૂ થઈ શક્યુ નહી. જેથી તે વૈજ્ઞાનિક બન્યા અને દેશના મિસાઈલ મેન તરીકે પ્રસ્થાપિત થયા.
- વર્ષ 2015માં શિલોન્ગમાં એક સમારોહમાં ભાષણ આપતી વખતે તેમને ચક્કર આવ્યા અને તે પડી ગયા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું. 27 જુલાઈ 2015માં કલામે અંતિમ શ્વાસ લીધા હતાં.