ગુજરાત

gujarat

આંધ્રપ્રદેશ: રાજકારણમાં 'Talk' માટે હવે 'Tik-Tok'નો સહારો...

By

Published : Jan 2, 2020, 1:32 PM IST

અમરાવતી: આંધ્રપ્રદેશના ઉપ મુખ્યપ્રધાન પમુલા પુષ્પા શ્રીવાનીનો એક ટિક-ટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉપ મુખ્યપ્રધાન પમુલા પુષ્પા શ્રીવાની ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા ગીત પર અભિનય કરતા દેખાઈ રહ્યાં છે.

Andhra Pradesh
આંધ્રપ્રદેશના ઉપ મુખ્યપ્રધાન

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીના વખાણ કરતો ઉપ મુખ્યપ્રધાન પમુલા પુષ્પા શ્રીવાનીનો ટિક-ટોક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ ટિક-ટોક વીડિયો રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અભિયાન દરમિયાન સ્થાનિક ભાષાના ગીત પર રેકોર્ડ કર્યો છે.

આ ગીતથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ઘણો ફાયદો થયો હતો. આ ગીત વિશેષ રૂપે રાયલસીમાના સ્થાનિક રહીશોને વધારે પસંદ આવ્યું હતું.

આંધ્રપ્રદેશના ઉપ મુખ્યપ્રધાનનો ટિક ટોક વીડિયો વાયરલ

આપને જણાવી દઈએ કે, વિજયનગરમ જિલ્લાની કુરુપમ વિધાનસભા બેઠક પરથી પમુલા પુષ્પા શ્રીવાનીએ ચૂંટણી જીતી હતી. ત્યાર બાદ તેમને સીએમ જગન મોહન રેડ્ડીના પ્રધાન મંડળમાં પ્રધાન પદ આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details