રિઠાલા વિધાનસભા બેઠક પર ગૃહ પ્રધાન અમિત શાહની જાહેર સભાનું આયોજન થયુ હતું. જેમાં કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ઘણા નેતાઓ ઉપસ્થિત હતા.
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનુરાગ ઠાકુરે આપ્યુ વિવાદાસ્પદ નિવેદન - દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનુરાગ ઠાકુરે આપ્યુ વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર આક્રમક રીતે ચાલી રહ્યો છે. સોમવારે રિઠાલા વિધાનસભા બેઠક પર સભા દરમિયાન કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.
અનુરાગ ઠાકુરે પોતાના ભાષણમાં ' દિલ્હીને સુરક્ષિત રાખવા માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી' આ ઉપરાંત શાહીન બાગ અંગે તેમણે કહ્યુ હતું કે,'વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રહિતની વાત કરનાર સરકાર ચૂંટવાની તક દિલ્હીના લોકોને મળી છે. બીજી બાજુ કોંગ્રેસ અને કેજરીવાલ સરકાર છે. જે દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે.'
અનુરાગ ઠાકુરે પોતાના ભાષણ દરમિયાન લોકો પાસે વિવાદાસ્પદ અને હિંસાપ્રેરક નારા બોલાવ્યા હતાં. સમર્થકોએ એવા સુત્રોચ્ચાર કર્યા હતાં કે," દેશ કે ગદ્દારો કો, ગોલી મારો...... કો" અનુરાગ ઠાકુરના આ ભડકાઉ ભાષણની ટીકા થઈ રહી છે.