મુંબઈ પોલીસે ટ્વીટર એકાઉન્ટ પર ચોકીદાર રામ સંઘી દ્વારા આલિયા કશ્યપને ધમકી આપવામાં આવી હતી. પોલીસે કલમ IPC 504 તેમજ 509 હેઠળ FIR દાખલ કરી છે. આ સિવાય IT એક્ટરના સેક્શન 67 હેઠળ પણ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
પુત્રીને દુષ્કર્મની ધમકી મળ્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અનુરાગ કશ્યપ
મુંબઈ: લોકસભા ચૂંટણી બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં એક શખ્સ તેમની પુત્રી આલિયા કશ્યપને ધમકી આપી રહ્યો હતો. હવે આ મામલામાં મુંબઈ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે.
મળેલ માહિતી પ્રમાણે અનુરાગ કશ્યપે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ટ્વીટર એકાઉન્ટ કોઈ બીજેપી સમર્થકનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે અનુરાગ કશ્યપે આ મામલે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી.
લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનુરાગ કશ્યપે આ ટ્વીટ કર્યું હતું. અનુરાગે પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદી સર. તમને તમારી જીત માટે ખુબ ખુબ અભિનંદન. આ સિવાય બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. અનુરાગે આગળ લખ્યું, સર શું તમે એ જણાવી શકો છો કે તમારા આ સમર્થકો સાથે અમે કંઈ રીતે સહમત થઈએ. આ લોકો તમારી જીતની ઉજવણી મારી પુત્રીને આ પ્રકારના મેસેજ લખીને મનાવી રહ્યાં છે. આનું કારણ એ છે કે, હું તમારી વાતથી સહમત નથી.