ફિલ્મના અભિનેતા અનુપમ ખેર અને અક્ષય ખન્નાની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે, મુઝફ્ફરપુર પોલીસે બંને અભિનેતા સહિત અન્ય 12 લોકોની વિરૂદ્ધ જિલ્લા કોર્ટના આદેશ પર FIR દાખલ કરી છે. કોર્ટે પોલીસને આ આદેશ એક વકીલની અરજી દાખલ કર્યા બાદ આપ્યો છે.
#TheAccidentalPrimeMinister: અનુપમ-અક્ષય સિવાય 12 વિરૂદ્ધ FIR - akshay khanna
નવી દિલ્હી: અભિનેતા અમુપમ ખેર અને અક્ષય ખન્નાની છેલ્લા દિવસોમાં રીલિઝ થયેલી ફિલ્મ ધ એક્સીડેંટલ ઘણા વિવાદોમાં રહી હતી. આ ફિલ્મ પૂર્વ PM ડો.મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક પર આધારિત હતી. ફિલ્મમાં અક્ષય ખન્નાએ સંજય બારૂ અને અનુપમ ખેરે મનમોહન સિંહનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી જાણકારી સામે આવી છે.
સ્પોટ ફોટો
તમને જણાવી દઈએ કે, એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં મનમોહન સિંહ અને અન્ય રાજકીય વ્યક્તિઓની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. જે બાદ કોર્ટે વકીલ સુધીર કુમાર ઓઝાની અરજીના આધારે અનુપમ ખેર, અક્ષય ખન્ના સહિત 12 અન્ય લોકોની વિરુદ્ધ મામલો દાખલ કરવાનો આદેશ આપ્યો છે.