લખનૌ (ઉત્તર પ્રદેશ): રાષ્ટ્રીય ચૂંટણી પંચે અમર સિંહના નિધન બાદ તેમની ખાલી પડેલી રાજ્યસભાની સીટ પર ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે 25 ઓગસ્ટના રોજ ફોર્મ ભરવામાં આવશે. જોકે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 11 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજવામાં આવશે.
અમરસિંહના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત - Bye ELECTION
રાષ્ટ્રીય ચૂંટણી પંચે અમર સિંહના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની સીટ પર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 25 ઓગસ્ટના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને 11 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.
1 સપ્ટેમ્બરના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 2 તારીખના રોજ ફોર્મ ચકાસવામાં આવશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 4 સપ્ટેમ્બર છે અને 11 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે, મતદાનના દિવસે જ સાંજે 5:00 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે મત ગણતરી બાદ 14 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
અમરસિંહ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભાની ચૂંટણી લડયા હતા, લાંબી બીમારી વાત 1 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું, જ્યારે અમરસિંહનો કાર્યકાળ 4 જુલાઈ 2022ના રોજ પૂર્ણ થયો થવાનો હતો. જો કે અમરસિંહનો બાકી રહેલો કાર્યકાળ માટે અઢી વર્ષના રાજ્ય સભાના સભ્ય માટે ચૂંટણી યોજાશે.