હિમાચલ પ્રદેશ : લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણમાં 20 સૌનિકો શહીદ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં 20 ભારતીય જવાનોમાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો 21 વર્ષીય જવાન પણ શહીદ થયો છે.
ભારત-ચીન વચ્ચે અથડામણમાં હિમાચલ પ્રદેશનો જવાન અંકુશ ઠાકુર શહીદ - nationalnews
પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ભારતીય સેના અને ચીની સેનાના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં હમીરપુરનો 21 વર્ષીય જવાન શહીદ થયો છે. શહીદ જવાન અંકુશ 2018માં પંજાબ રેજિમેન્ટમાં જોડાયો હતો. શહીદ અંકુશ ઠાકુર ભોરજાના કડહોતા ગામનો રહેવાસી છે.
Ankush Thakur
શહીદ જવાન અંકુશ ઠાકુર 2018માં પંજાબ રેજિમેન્ટમાં જોડાયો હતો. અંકુશના પિતા અને દાદા પણ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. શહીદ જવાનનો નાનો ભાઈ 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 21 વર્ષીય જવાન શહિદ થયાના સમાચાર સામે આવતા જ ગામમાં શોકનો માહોલ છવાયો છે.