- ફેસબુક ઇન્ડિયાની પોલિસી હેડ આંખી દાસ
- ફેસબુક ઇન્ડિયાની પોલિસી હેડ આંખી દાસનું રાજીનામું
- ફેસબુક ઇન્ડિયામાંથી આપ્યું રાજીનામું
- આંખી દાસ પણ વિવાદોમાં ફસાયા
નવી દિલ્હી: ફેસબુક ઇન્ડિયા પબ્લિક પોલિસી હેડ આંખી દાસે ફેસબુકથી રાજીનામું આપ્યું છે. આંખી દાસ પણ વિવાદોમાં રહી છે અને કોંગ્રેસે પણ ફેસબુક હેડક્વાર્ટરમાં ફરિયાદ નોંધાવી હતી.
આંખી દાસ પર કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ
આંખી દાસ પર કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ માર્ક ઝુકરબર્ગને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે આ પછી ફેસબુકે સ્પષ્ટતા કરી હતી, કે આ આરોપ ખોટા છે.
મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહનનું નિવેદન
આંખી દાસના રાજીનામા બાદ ફેસબુક ઇન્ડિયાએ નિવેદન આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે અંખી દાસ પબ્લિક સર્વિસમાં તેમનું ભવિષ્ય જોશે. ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને કહ્યું છે કે, " આંખીએ પબ્લિક સર્વિસમાં પોતાનું ભાવિ બનાવવા માટે ફેસબુકમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે."
ફેસબુક ઇન્ડિયાના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અંખી દાસે ભારતના પ્રારંભિક ફેસબુક કર્મચારીઓમાંના એક છે અને 9 વર્ષથી ભારતમાં કંપનીના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. ફેસબુક ઇન્ડિયાના વડા અજિત મોહને કહ્યું છે કે છેલ્લાં બે વર્ષથી અંખી દાસ તેમના નેતૃત્વમાં કાર્યરત હતા અને તેમણે ઘણું યોગદાન આપ્યું છે. તેમણે તેમની સેવા બદલ તેમનો આભાર માન્યો છે.