ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રસ્તા પર મળેલા બે જીવનસાથી વિખૂટા પડ્યા, છેલ્લી અણીએ કોઈએ કાંધ ન આપી

ન્યૂઝ ડેસ્ક: એકલતા અને પોતાના લોકોથી મળેલું દુ:ખ અને દર્દ શું હોય છે તે જાણવું હોય તો જયરામ મહતોની જીંદગી વિશે જાણો. જેને 14 સંતાનો હોવા છતાં પણ પહેલા નિ:સહાય જીંદગી વિતાવી અને હવે મોત બાદ તેને 4 કાંઘ પણ નસીબ નહોતી થઈ.

By

Published : May 8, 2019, 5:38 PM IST

spot

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સૈનિક રહેલા 70 વર્ષિય જયરામ મહતોની ગઢવામાં લૂ લાગવાના કારણે મોત થઈ ગયું છે. તેમના પરિવારવાળા લોકોએ તેમની સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા તૈયાર નહોતા. ત્યાર બાદ તેઓ ભટકતું જીવન ગુજારવા મજબૂર બન્યા હતાં. તેમને સંતાનમાં 6 દિકરી અને 8 દિકરા છે. ગઢવામાં તેઓ ભટકતું અને ભિખારી જેવી જીંદગી જીવવા મજબૂર બન્યા હતાં. રખડતા રખડતા તેમને તેમના જ જેવા એક અન્ય દેખાવમાં ભિખારી જેવા લાગતા મંજરી નામની મહિલા સાથે મુલાકાત થઈ ગઈ અને તેઓ બંને સાથે રહેવા લાગ્યા હતાં. બે નિ:સહાય મળીને એક સહાયક જીંદગી જીવવા લાગ્યા હતાં.

રસ્તા પર અચાનક મળેલા બે જીવનસાથી વિખૂટા પડ્યા

મંજરીએ જણાવ્યું હતું કે, તેઓ ત્રણ વર્ષથી સાથે રહેતા હતાં. લૂ લાગતા અચાનક તેમનું મોત થઈ ગયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે આ વાતની તંત્રને જાણ થઈ હોવા છતાં પણ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. ન તો પોલીસે કોઈ વ્યવસ્થા કરી, ન તો તંત્રએ કંઈ ધ્યાન આપ્યું. બાદમાં નગરપાલિકાની કચરો ઊઠાવતી ગાડીમાં તેમના મૃતદેહને લઈ તેમની અંતિમ સંસ્કાર કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details