કેરલમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. ઘાયલ તમામ લોકોને હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા છે.
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, 2 પાયલટ સહિત 18ના મોત - undefined
01:23 August 08
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 18ના મોત
22:45 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 18ના મોત
કેરલમાં પ્લેન ક્રેશની ઘટનાને લઇને ગૃહપ્રધાન અમિત શાહએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
22:43 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 18ના મોત
પ્લેન ક્રેશની ઘટનાને લઇને વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને ટ્વિટ કરી કેરલના મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરી હતી.
22:42 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 18ના મોત
કો પાઇલોટ અખીલેસ કુમારનું પણ પ્લેન ક્રેશનાં નિધન થયું છે.
22:39 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 17ના મોત
પ્લેન ક્રેશમાં કેપ્ટન દિપક સાઠેનું નિધન થયું છે.
22:26 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 17ના મોત
વડાપ્રધાન મોદીએ આ ઘટનાને લઇને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી.
22:17 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, બે પાયલટ સહિત 17ના મોત
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મીડિયા વિભાગના એડિશનલ ડીજી રાજીવ જૈનના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 173 પેસેન્જર હતાં. ઘટના બાદ હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
21:54 August 07
એર ઇન્ડિયાનું પ્લેન લપસ્યું, 17ના મોત
કેરળ: કોઝિકોડમાં કરીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં. આ ઘટનામાં 2 પાયલટ સહિત 17ના મોત થયા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર વિમાન દુબઈથી 191 મુસાફરો લઇને પરત ફરી રહ્યું હતું. વિમાનમાં બે પાઇલટ્સ સહિત છ ક્રૂ સભ્યો પણ હાજર હતા. ભારે વરસાદના પગલે 7:45 કલાકે દુર્ધટના ઘટી હતી.