હાથરસઃ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ સીબીઆઈ તપાસમાં લાગી ગઈ છે. તપાસમાં સીબીઆઈને કેટલાય મહત્વના પુરાવા મળ્યા છે. આ ઘટનાના ચારેય આરોપીમાંનો એક ઓરોપી લવકુશ નાબાલિક હોવાની વાત સામે આવી છે. લવકુશની માર્કશિટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
એક આરોપી નાબાલિક
આરોપી લવકુશના મોટા ભાઈ રવિએ જણાવ્યું કે, સીબીઆઈએ ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને લવકુશની માર્કશિટ મળી હતી. વધુમાં રવિએ કહ્યું કે અમે સીબીઆઈ તપાસથી સંતુષ્ટ છીએ અને ઈચ્છીએ છીએ કે લવકુશ જેલમાંથી જલદી બહાર આવે.