ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chehre First Look: અલગ જ અવતારમાં જોવા મળશે મેગાસ્ટાર અમિતાભ ! - Gujarat

મુંબઈઃ બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી પ્રથમવાર ફિલ્મ 'ચેહરે'માં એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા જ મુંબઈમાં શરૂ થયું છે. તેમનું ડાયરેક્શન રૂમી જાફરી કરી રહ્યા છે.

Gujarat

By

Published : May 13, 2019, 9:19 AM IST

અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું કે, 'રૂમી જાફરી સાથે નવી ફિલ્મ શરૂ કરી છે...ચેહરે...'

ઈમરાને પણ પોતાનો એક ફોટો ક્લૈપરબોર્ડ સાથે શેર કરતા ટ્વીટ કર્યું હતું, 'મેં મિસ્ટ્રી થ્રિલર ચેહરેનું શૂટિંગ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે શરૂ કર્યું છે.'

ફિલ્મમાં કૃતિ ખરબંદા, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, દતમાન તક્રવર્તી, રઘુવીર યાદવ અને અનુ કપૂર પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. 'ચેહરે' 21ફેબ્રુઆરી 2020માં સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details