ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિતાભ બચ્ચન બન્યા ઑર્ગન ડોનર, ટ્વીટ કરી ફેન્સને આપી જાણકારી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દેશમાં થતી કુદરતી આફતો અથવા અન્ય કોઈ મુશ્કેલી વખતે ઘણી વખત દાન આપતા રહ્યા છે. અમિતાભ દુષ્કાળ અથવા પૂરગ્રસ્ત વિસ્તારો માટે અનેક વખત રાહત ભંડોળમાં કરોડો રૂપિયાની સહાય આપી ચૂક્યા છે.આ વખતે અમિતાભ બચ્ચને પોતાના અંગનું દાન (ઓર્ગન ડોનેટ) કરવાની માટેની જાહેરાત કરી છે.

Big B
બોલિવૂડ સુપરસ્ટાર

By

Published : Sep 30, 2020, 12:18 PM IST

મુંબઈ: બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને (ઓર્ગન ડોનેટ)અંગનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર સમગ્ર વાતની જાણકારી આપી છે. બૉલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બીગ બી એ ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરી કહ્યું કે, "હું શપથ લઇ ચૂકેલ ઓર્ગન ડોનર છું. આ ગ્રીન રિબન તેની પવિત્રતા માટે પહેરી છે. બિગ બીએ આ સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના કોટ પર ગ્રીન કલરની રિબીન જોવા મળે છે.

અમિતાભના આ ટ્વીટના જવાબમાં, ઘણા લોકોએ ઓર્ગન દાન કર્યા બાદ મળેલા પોતાના પ્રમાણપત્રો શેર કર્યા છે.સાથે કેટલાકો અમિતાભથી પ્રભાવિત થઈ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.આપને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડ પતિ 12નું શૂંટિગ કરી રહ્યા છે. આ શો 28 સપ્ટેમ્બરથી શરુ થઈ ચૂક્યો છે. આ શો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details