બિહારમાં પૂર પ્રભાવિતોની મદદ માટે બૉલીવુડ મેઘાસ્ટાર અમિતાભ બચ્ચને પહેલ કરી છે. તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા સહાય પેટે આપ્યા છે. તેમણે આ રકમ પોતાના પ્રતિનિધિ વિજય નાથ મિશ્ર પાસે મોકલાવી છે. જે બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને આપવામાં આવી છે.
આ સાથે જ બીગ બીએ મુખ્યપ્રધાન નીતીશ કુમારને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, ' બિહારમાં આવેલી કુદરતી આફતથી સ્તબ્ધ છું. આ આફતમાં ફસાયેલા લોકોની સ્થિતિથી દુઃખી છું, પીડિતોની સહાય માટે નાનકડી રકમ મુખ્યમંત્રી રાહત ફંડ માટે મોકલી રહ્યો છું.