ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણીનો શંખનાદ કરતા અમિત શાહે કહ્યું- ભવ્ય રામ મંદિર બનશે - ઝારખંડમાં અમિત શાહની સભા

લાતેહાર: ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ચૂંટણીની માટે શંખનાદ કર્યો છે. ઝારખંડના લાતેહારની સભામાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનશે. કાશ્મીરના મુદ્દે શાહે કોંગ્રેસને આડે હાથ લેતાકહ્યું કે, તમારો વોટ નક્કી કરશે કે, આગામી 5 વર્ષ માટે ઝારખંડમાં કોની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે.

કલમ 370 અને રામ મંદિરના નામે અમિત શાહે માગ્યા વોટ

By

Published : Nov 21, 2019, 7:34 PM IST

Updated : Nov 21, 2019, 11:52 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરૂવારે ઝારખંડના લાતેહારમાં ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનશે. તેમણે કહ્યું કે, દેશના તમામ નાગરિક ઈચ્છે છે કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વારંવાર ખલેલ પહોંચાડતી હતી. કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી નહોતી.

કલમ 370 અને રામ મંદિરના નામે અમિત શાહે માગ્યા વોટ

શાહે કહ્યું કે, ભાજપ બંધારણીય રીતે અયોધ્યાના રામ મંદિર વિવાદનું સમાધાન લાવવા માગતી હતી અને આ મુદ્દે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જે થી ગગનચુંબી રામ મંદિરનો રસ્તો સાફ થઇ ગયો છે.

અમિત શાહે જનતાને પ્રશ્ન કર્યો કે, શું તમે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માગો છો? જેમાં જનતાએ જોરદાર રીતે મંદિર નિર્માણની વાતનું સ્વાગત કર્યું હતું.

કાશ્મીર અંગે શાહનું નિવેદન

કેન્દ્રીય ગૃહ પ્રધાને કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું, કાશ્મીરની સમસ્યાનું સમાધાન નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. 70 વર્ષથી આ મુદ્દો લંબાતો આવ્યો હતો, પરંતુ અમારી સરકારે કલમ 370 નાબુદ કરી ત્યાંના વિકાસનો દ્વાર ખોલી નાખ્યો અને આતંકવાદીના પ્રવેશના દ્વાર બંધ કરી નાખ્યા છે.

ભાજપ અધ્યક્ષ શાહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સવાલ કર્યો કે, આઝાદીના 70 વર્ષમાં એમણે આદિવાસી માટે શું કામ કર્યું છે.

ઝારખંડમાં શાહનું ભાષણ
શાહે આગળ કહ્યું, તમે એવું ન વિચારો કે, તમે ધારાસભ્ય, પ્રધાન કે, મુખ્યપ્રધાન પસંદ કરવા જઇ રહ્યા છો. તમારો એક વોટ ઝારખંડના વિકાસ માટે છે, ઝારખંડને આગળ વધારનારો છે.

જનસભાને સંબોધન કરતા શાહે કહ્યું કે, હું ભાજપને અભિનંદન પાઠવવા માગુ છું. કારણ કે, ભાજપે ચૂંટણી પ્રચારની શરૂઆત માટે લાતેહારની ક્રાંતિકારી ભૂમીને પસંદ કરી છે. હું લાતેહારની ક્રાંતિકારી ભૂમિને પ્રણામ કરૂં છું.

શાહે આઝાદીની લડાઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 1857ની ક્રાંતિમાં જ્યારે અંગ્રેજો વિરૂદ્ધ સમગ્ર દેશ લડી રહ્યો હતો, ત્યારે મોટી લડાઈ પલામૂના લોકોએ લડી હતી, અહીંયાના લોકોએ ખુલ્લીને ભાગ લીધો અને ક્રાંતિની મિશાલ સળગતી રાખી હતી.

ગત ચૂંટણીમાં મેં કહ્યું હતું કે, એક વખત તમે પૂર્ણ બહુમત આપો, અમે ઝારખંડને વિકાસના રસ્તામાં લઇ જશું. મને ખુશી છે કે, આજે 5 વર્ષ બાદ અહીંયા આવીને મેં જોયું કે, અમારા રધુબર દાસજીએ ઝારખંડના વિકાસને આગળ વધારવાનું કાર્ય કર્યું છે.

Last Updated : Nov 21, 2019, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details