નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરાજય સંદર્ભે ખુલીને સામે આવ્યા છે. પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું કે પક્ષના કેટલાક નિવેદનોના કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીની હાર પર અમિત શાહની 'ત્રીજી આંખ ખુલી', કહ્યું- 'દેશ કે ગદ્દારો કો...' જેવા નિવેદનોથી નુકસાન થયું - BJP LEDERS ON DELHI ELECTION RESULTS
દિલ્હીના ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટુ નિવેદન આપ્યું છે. ભાજપના કારમા પરાજયનો સ્વીકાર કરતા કહ્યું કે, 'દેશ કે ગદ્દારો કો' જેના નિવેદનો નહોતા આપવા જેવા. આ પ્રકારના નિવેદનોના કારણે ભાજપને નુકસાન ભોગવવું પડ્યું છે.
દિલ્હીની હાર પર અમિત શાહની 'ત્રીજી આંખ ખુલી', કહ્યું : 'દેશ કે ગદ્દારો કો...' જેવા નિવેદનો નડ્યા
શાહ ગુરૂવારે એક મીડિયા સંસ્થાના કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કરી. તેમણે CAA મુદ્દે વિપક્ષોની પડકાર્યા અને કહ્યું કે, 'હું ત્રણ દિવસનો સમય આપું છું. જે કોઈ ઈચ્છે, મારી સાથે નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા કરી શકે છે'
શાહનું આ નિવેદન દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ આવ્યું છે. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય અને ભાજપનો કારમો પરાજય થયો છે.