ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્લાસ્ટિક કચરાથી થાય છે ગાયોનું મોત, પ્લાસ્ટિક બેગોને નષ્ટ કરવામા લાગે છે 400 વર્ષઃ અમિત શાહ - અમિત શાહે થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું

અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્લાસ્ટિક વિશે વાત કરી અને લોકો પાસે આગ્રહ રાખ્યો છે કે, તેઓ ખરીદવા માટે પોતાની સાથે કપડાની થેલી લઇને ચાલે અને પૉલીથિનનો ઉપયોગ કરવાથી બચે.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્લાસ્ટિક વિશે વાત ક

By

Published : Oct 26, 2019, 9:28 AM IST

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, જમીન પર રહેલો પ્લાસ્ટિકનો કચરો વરસાદના પાણીને ધરતી પરથી સુકાવા દેતું નતી અને તેના ખાવાથી ગાયોની મોત પણ થઇ રહી છે.

શાહના નિર્વાચન ક્ષેત્ર ગાંધીનગરના કલોલમાં આયોજીત સામાજીક શિબિરમાં સામેલ થનારા દરેક વ્યક્તિને કપડાની થેલીનો ઉપયોગ કરવા સુચવ્યું હતું. આ કાર્યક્રમમં દિવ્યાંગોને સહાયતા સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેની સાથે કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોત પણ ઉપસ્થિત હતા, જેના મંત્રાલયે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્લાસ્ટિક વિશે વાત ક

શાહે વધુમાં કહ્યું કે, 'અહીંયા આવેલા તમામ લોકોને એક-એક થેલા આપવામાં આવ્યા છે. આપણે શાકભાજી અને કરિયાણા જેવી વસ્તુઓ ખરીદવા માટે તેનો ઉપયોગ કરવાનો છે અને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરીશું.'

ભાજપના નેતાએ કહ્યું કે, 'પ્લાસ્ટિક બેગોને નષ્ટ કરવામાં 400 વર્ષ લાગે છે. જો હજારો પરિવર તેના વિરૂદ્ધ પગલા ભરશે અને પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ બંધ કરશે તો પૃથ્વી પ્રદુષણથી બચી શકશે અને આવનારી પેઢી પણ પ્રદુષણમુક્ત બનશે અને અમિત શાહે થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.'

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્લાસ્ટિક વિશે વાત ક

તેમણે કહ્યું કે, 'પ્લાસ્ટિક બેગોનો કચરો વરસાદના પાણીને ધરતીની અંદર જવા દેતો નથી અને ભૂજળ નીચે જઇ રહ્યું છે. જ્યારે આપણે પ્લાસ્ટિક બેગોમાં ખાવાનું ફેંકીએ છીએ ત્યારે ગાય પ્લાસ્ટિક ખાઇ છે અને પરિણામે તેનું મૃત્યુ થાય છે.'

શાહે આ કાર્યક્રમમાં આવેલી મહિલાઓની અપિલ કરી કે, ખરીદીમાં ખાસ કરીને થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'જો આપણે કપડાની થેલીનો ઉપયોગ કરવાનું શરૂ કરીશું તો તે ફેશન બની જશે અને દરેક વ્યક્તિ તે તરફ પગલું ભરશે.'

ABOUT THE AUTHOR

...view details