ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન શાહે ઉત્તરાખંડ ગ્લેશિયર અકસ્માત અંગે ઘોષણા કરી, મૃતકોના પરીવારને 4 લાખનું વળતર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરથી ભારે નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિએ જીવન અને સંપત્તિ બંનેને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર સુધીના બધા જ લોકો સંપૂર્ણ સક્રિયતા સાથે બચાવના કાર્યમાં જોડાયેલા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે મંગળવારે આ ઘટના અંગે નિવેદન આપ્યું હતું. તેમજ મૃતકોના પરીવારને 4 લાખનું વળતર આપવાની ઘોષણા કરી હતી.

Amit Shah
Amit Shah

By

Published : Feb 9, 2021, 1:49 PM IST

  • મૃતકોના પરીવારને 4 લાખનું વળતર આપવાની ઘોષણા
  • તપોવન ટનલમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે
  • તૂટેલો ગ્લેશિયર 14 ચોરસ કિ.મી. વિસ્તાર જેટલો મોટો હતો

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરથી ભારે નુકસાન થયું છે.અમિત શાહે કહ્યું કે, "13.2 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પૂરને કારણે ધોવાઈ ગયો છે. આ અચાનક આવેલા પૂરે તપોવનમાં NTPCના 520 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. શાહે કહ્યું કે, 197 લોકો લાપતા છે તેમજ બચાવ કામગીરી ચાલુ છે"

ઉત્તરાખંડની સરકારે જણાવ્યું કે, પૂરથી નીચલા વિસ્તારને કોઈ નુકશાન નથી. સાથે જ પાણીનું સ્તર પણ ઘટતું જાય છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.

તૂટેલો ગ્લેશિયર 14 ચોરસ કિ.મી. વિસ્તાર જેટલો મોટો હતો: શાહ

7 ફેબ્રુઆરીના રોજ થયેલી ઘટના પર અમિત શાહ જણાવે છે કે, તૂટેલો ગ્લેશિયર 14 ચોરસ કિ.મી. વિસ્તાર જેટલો મોટો હતો.

તપોવન ટનલમાં ફસાયેલા લોકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે

જણાવી દઈએ કે, ગ્લેશિયર તૂટવાના કારણે અત્યાર સુધી 26 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 197થી વધુ લોકો લાપતા હોવાનું જણાવાયું છે. તપોવન ટનલમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. જેને બહાર કાઢવા માટે રેસ્કયૂ ટીમ દિવસ-રાત લાગી છે. વાયુસેના તરફથી Mi-17ને મિશનમાં ઉતારી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details