રાહુલ ગાંધીએ અહીં વધુમાં કહ્યું હતું કે, મોદી પૂછી રહ્યા છે કે, ન્યાય યોજનામાં રુપિયા ક્યાંથી આવશે. હું કહું છે કે, અંબાણી-અદાણી પાસેથી કાઢીને લાવીશ.
રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા - bhopal
ભોપાલ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી બતાવ્યા છે. આપને જણાવી દઈએ કે, મંગળવારે રાહુલ ગાંધી જબલપુર જનસભામાં આવું નિવેદન આપ્યું છે.
ani
અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે અનેક નેતાઓ આ વખતે વિવાદીત નિવેદનો આપ્યા છે જેમાં હવે રાહુલ ગાંધી પણ સામેલ થઈ ગયા છે.
આ અગાઉ સપાના આઝમ ખાન, ભાજપના મેનકા ગાંધી, યોગી આદિત્યાનાથ, માયાવતી, નવજોત સિદ્ધું પર આચાર સંહિતા અંતર્ગત પ્રતિબંધ લાગ્યો હતો.