મિશન 2023 અંતર્ગત શાહે પાર્ટીની રાજ્યની ભાજપાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકા વોટ હાંસલ લક્ષ્યાંક આપ્યો હતો. જેથી તેલંગણામાં પણ ભાજપ સત્તા હ "શનિવારના રોજ થયેલી કોર કમિટીની બેઠકમાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે તેલંગણા પર ધ્યાન કેન્દ્રીત કરવા તેમજ પાર્ટીને સત્તામાં લાવવા માટેના નિર્દેશ આપ્યા છે"
ભાજપની તેલંગણા પર નજર, દર મહિને અમિત શાહ મુલાકાત લેશે - BJP
હૈદરાબાદ: તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપને મજબુત કરવા માટે પાર્ટીના અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ દર મહિને તેલંગણાની મુલાકાતે આવશે.
Shah
પાર્ટી નેતાએ TRS સરકાર પર તેલંગણામાં કેન્દ્ર સરકારની કલ્યાણ કારી યોજનાઓ લાગૂ નહીં કરી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. રાજ્ય સરકારને ભય છે કે આ યોજનાઓ દ્વારા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી જશે.
તેઓએ જણાવ્યું હતું કે, અમિત શાહે એક મહિનામાં એક વાર તેલંગણાની મુલાકાતે આવવાનું પણ વચન આપ્યું છે. પાર્ટીને ગ્રામિણ સ્તર સુધી મજબુત કરવા અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર દેખરેખ અને તેની સમિક્ષા માટે બે કેન્દ્રીય નેતા દર મહિને રાજ્યની મુલાકાતે આવશે.