તેઓએ જણાવ્યું કે, આનાથી માત્ર મુસ્લિમ સમુદાયને લાભ મળશે બીજા કોઈને નહી. એવું એટલા માટે કારણ કે હિંદુ, ઈસાઈ અને જૈન સમુદાય આનાથી ક્યારેય પીડિત થયા નથી. શાહે કહ્યું કે, વોટ બેંકની રાજનીતિના કારણે દેશનું ઘણા પ્રકારે નુકસાન થયું છે. તેઓએ કહ્યું કે, ટ્રિપલ તલાક એક એવું ઉદાહરણ છે. વોટ બેંકની રાજનીતિનું જેના કારણે અનેક વર્ષો સુધી આ કુપ્રથાને ખતમ ન કરવામાં આવી.
ટ્રિપલ તલાક કુપ્રથા હોવા છતા કેટલાક લોકોએ વિરોધ ન કર્યો: અમિત શાહ - કુપ્રથા
નવી દિલ્હી: કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ટ્રિપલ તલાક એક ખરાબ પ્રથા હતી. તેમાં કોઈને શંકા નથી. કોઈ પણ કુપ્રથા હોઈ જ્યારે તેને ખતમ કરવામાં આવે તો તેનો વિરોધ નથી થતો પરંતુ તેનું સ્વાગત થાય છે. પરંતુ, ત્રણ તલાક દૂર કરવા એટલો વિરોધ થયો તેના માટે તૃષ્ટિકરણની રાજનીતિ અને તેનો ભાવ જવાબદાર છે.
વધુમાં જણાવ્યું કે, જે ટ્રિપલ તલાકના પક્ષમાં છે અને જે તેમના વિરોધમાં છે તે બંનેના મનમાં તેને લઈ કોઈ સંશય નથી કે ત્રણ તલાક એક કુપ્રથા છે. આ સર્વવિદિત છે કે ટ્રિપલ તલાક પ્રથા કરોડો મુસ્લિમ મહિલાઓ માટે એક ખરાબ સ્વપન જેવું હતું. તેઓને તેમના અધિકારોથી વંચિત રાખવાની પ્રથા હતી. સંસદમાં કેટલીક પાર્ટીઓએ ટ્રિપલ તલાક વિરુદ્ધ લઇ આવવામાં આવેલ બીલનો વિરોધ કર્યો હતો.
જેમ કે આ પાર્ટિઓના નેતા દિલથી તે માને છે કે આ એક કુપ્રથા છે જેનો અંત થવો જરુરી હતો. છતા આ દળોમાં વિરોધ કરવાનું સાહસ ન હતું. ઉલ્લ્ખનીય છે કે, ભારતની સંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. આ કાયદો 19 સપ્ટેમ્બર 2018થી લાગુ થયો છે.