નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ચીન સાથે તણાવ ખૂબ જ વધી રહ્યો છે. આ વચ્ચે ભારત સરકારે સેનાની ત્રણેય પાંખ માટે 500 કરોડ રુપિયા સુધીના ઘાતક હથિયાર ખરીદવાની છૂટ આપી છે. આ જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકારે સેનાની ત્રણેય પાંખના વડાઓને શસ્ત્રની ખરીદી માટે 500 કરોડ રુપિયા સુધીનું ઈમરજન્સી નાણાંકીય ફંડ આપ્યું છે.
ભારત-ચીન તણાવ: ઘાતક હથિયારો ખરીદવા ભારતીય સેનાને 500 કરોડનું ઈમરજન્સી ફંડ અપાયું
પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવ ખૂબ જ વધી રહ્યો છે. આ વચ્ચે ભારત સરકારે સેનાની ત્રણેય પાંખ માટે 500 કરોડ રુપિયા સુધીના ઘાતક હથિયાર ખરીદવાની છૂટ આપી છે.
જોકે, પૂર્વી લદ્દાખમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે, જેને જોતા ભારતીય સેનાને આ નાણાંકીય અધિકાર આપવાની જરુર જણાઈ હતી. ચીનથી જોડાયેલી લગભગ 3500 કિમી સીમા પર મોટી સંખ્યામાં ભારતીય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવીએ તો ઉરી હુમલા અને પાકિસ્તાનની સામે બાલાકોટ હવાઇ હુમલા બાદ સશસ્ત્ર બળોને આ રીતની નાણાકીય શક્તિઓ આપવામાં આવી છે. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતીય વાયુ સેનાએ સરકાર તરફથી આપવામાં આવેલી આવી છૂટનો સર્વાધિક લાભ ઉઠાવ્યો હતો. વાયુસેનાએ ત્યારે મોટી સંખ્યામાં ઘાતક હથિયાર ખરીદ્યા હતા. આ હથિયારોમાં સ્ટેન્ડ ઑફ સ્પાઇસ-2000 અને સ્ટ્રમ અટાકા મિસાઇલોનો પણ સમાવેશ હતો.