ઓક્ટેબર 2019ના રોજ શરૂ કરાયેલી દેશની પ્રથમ 'કચરા કાફે' એક કિલોગ્રામ પ્લાસ્ટિકના કચરાના બદલામાં કોઈપણને પણ ભોજન આપે છે. દરરોજ આશરે 10-20 કિલો પ્લાસ્ટિકનો કચરો કાફેમાં લાવવામાં આવી રહ્યો છે.
દેશનું પહેલુ એવુ કાફે કે જ્યાં ગરીબ લોકોને કચરાના બદલામાં મફતમાં ગરમ ભોજન...
અંબિકાપુરઃ છત્તીસગઢમાં આ પ્રકારની પ્રથમ પહેલ, અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન 'કચરા કાફે'ના દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યાં છે. કચરા કાફે એ એક વિશિષ્ટ ખ્યાલ છે, જ્યાં ગરીબ અથવા બેઘર લોકોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં મફતમાં ગરમ ભોજન આપવામાં આવે છે.
દેશનું પહેલુ એવુ કાફે કે જ્યા ગરીબ લોકોને કચરાના બદલામાં મફતમાં ગરમ ભોજન
આ કેફે મહિલા સ્વ-સહાય જૂથ દ્વારા સંચાલિત છે, ત્યાં મહિલાઓને રોજગારની તક પૂરી પાડવામાં આવે છે. કપડા વીણનારાઓથી લઈને વેપાર કરનારા સુધી દરેક લોકો પ્લાસ્ટિકનો કચરો ઘટાડવામાં ફાળો આપી રહ્યા છે.