ગુજરાત

gujarat

ETV Bharat / bharat

US પ્રમુખ ટ્રમ્પ આવી શકે છે ભારત, હાઉડી મોદીમાં આપ્યા સંકેત...

હ્યુસ્ટન: વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી શકે છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદીના કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે PM મોદી સમક્ષ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ટ્રમ્પે મુંબઈમાં યોજાનારી NBA બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ PM મોદીએ પણ ટ્રમ્પને સહપરિવાર સાથે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

By

Published : Sep 23, 2019, 11:55 AM IST

Updated : Sep 23, 2019, 12:16 PM IST

Etv Bharat

મહત્વનું છે કે, રવિવારના રોજ હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે મોદીને પૂછ્યું કે, શું તે ભારત આવી શકો છો? તેમજ NRG સ્ટેડિયમમાં ટ્રમ્પે વડાપ્રધાન મોદી સમક્ષ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભારતીય મૂળના લગભગ 50 હજાર લોકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, આગામી સપ્તાહે મુંબઈમાં NBA બાસ્કેટબોલ સ્પર્ધા યોજાનાર છે. જે ભારતમાં પ્રથમ વખત NBA બાસ્કેટબોલની ગેમ હશે. જેના જવાબમાં મોદીએ પણ તેઓને સહપરિવાર સાથે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) એ કહ્યું હતું કે, એક બાસ્કેટબોલ સ્પર્ધામાં 70 શાળાના 3,000 જેટલા વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.

મ્પ આવતા મહિને આવી શકે છે ભારતની મુલાકાતે, Howdy Modi દરમિયાન આપ્યા સંકેત

NBAની 2 ટીમ સક્રામેન્ટો કિંગ્સ (Sacramento Kings) અને ઇન્ડિયાના પેન્સર્સ (Indiana Pacers) પ્રો સીઝનની ગેમમાં ભાગ લેશે. આ સામે રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર (Reliance Foundation Jr NBA programme) NBA કાર્યક્રમના વિદ્યાર્થીઓ ભાગ લેશે. NBA ઈન્ડિયા ગેમ્સના નેજા હેઠળ આ પહેલી વખત થશે, જ્યારે નોર્થ અમેરિકન સ્પોર્ટસ લીગની બે ટીમ ભારતમાં બાસ્કેટબોલ રમશે.

Last Updated : Sep 23, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details