ગુજરાત

gujarat

ETV Bharat / bharat

8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, દરેક ધર્મના અનુયાયીઓમાં ખુશીનો માહોલ - સોશિયલ ડિસ્ટન્સને અનુસરવા પણ અપીલ

8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાના સમાચાર મળ્યા બાદ તમામ ધર્મોના અનુયાયીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. શીખ સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળે જવું એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સને અનુસરવા પણ અપીલ કરી છે..

8 મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, ધર્મોના અનુયાયીઓમાં ખુશીનો માહોલ
8 મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, ધર્મોના અનુયાયીઓમાં ખુશીનો માહોલ

By

Published : Jun 6, 2020, 4:51 PM IST

નવી દિલ્હીઃ 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાના સમાચાર મળ્યા બાદ તમામ ધર્મોના અનુયાયીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નિર્ણયને લઈને દરેક જાતિ અને ધર્મના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હિંદુ, મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તીઓ, દરેક સમાજના લોકો આ નિર્ણય પર સરકારની પ્રશંસા કરી હતી.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ સરકારના આ નિર્ણય સાથે કેટલા સહમત છે. આ સમય દરમિયાન તમામ લોકોએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી અને સાવચેતી રાખવાની વાત પણ કરી હતી.

8 મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, ધર્મોના અનુયાયીઓમાં ખુશીનો માહોલ
સાવચેતી તરીકે સોશિયલ ડિસ્ટન્સ અનુસરવા અપીલ કરી છે...

શીખ સમુદાયના લોકોએ વાતચીત કરી અને કહ્યું કે, ધાર્મિક સ્થળે જવું એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.

હવે જ્યારે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરવામાં આવી છે, તે સ્વાભાવિક છે. લોકોમાં આનંદનું વાતાવરણ જોવા મળશે અને આ જ વાતાવરણ હાલ દિલ્હીમાં છે. જો કે, શીખ સમુદાયના લોકોએ કહ્યું હતું કે, કોરોના રોગચાળાની વચ્ચે ધાર્મિક સ્થળો ખુલવા જઇ રહ્યાં છે. તેથી ગુરુવારે રોહિણી સેક્ટર 24માં સ્થિત ગુરુ ગોવિંદ સિંહ સભાના સભ્યોએ લોકોને અપીલ કરી હતી કે, આવા સમયે ભક્તો મોટી સંખ્યામાં સ્થળમાં પ્રવેશ ન કરે. સાવચેતીના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવુ જોઇએ.

હવે દરેક લોકો આતુરતાથી 8 જૂનની રાહ જોઈ રહ્યા છે, જેથી ફરી એકવાર લોકો માટે ધાર્મિક સ્થળના દ્વાર ખોલવામાં આવશે. જેથી બધા લોકો પોતપોતાના ધર્મ અનુસાર તેમની પૂજા પાઠ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details