નવી દિલ્હી: કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ બનાવવા પર વિચાર કરી રહ્યાં છીએ. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. ઈટાલીથી આવેલા પર્યટકોમાંથી 15 કોરોના વાઈરસ પોઝિટિવ છે. આગ્રામાં 6 દર્દીઓ કોરોના વાઈરસ પોઝિટિવ છે. દેશમાં હાલ કોરોના વાઈરસના 28 કેસ ધ્યાનમાં આવ્યાં છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે.
દેશમાં કોરોના વાઇરસના 28 કેસ આવ્યા સામે, સ્વાસ્થ્ય પ્રધાને આપી સંપૂર્ણ માહિતી
ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે. જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે, ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારત ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ 16 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે તેમના બસના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 28 કેસ સામે આવ્યા છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઈટલીથી ભારત ફરવા આવેલા એક ગ્રુપના 15 લોકો કોરોના વાઈરસથી પીડિત છે. તેમના સંપર્કમાં આવવાના કારણે આ લોકોની સાથે રહેલો એક ભારતીય ચાલક પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે.
28 કેસમાં ત્રણ કેરળમાં, એક દિલ્હીમાં, એક તેલંગાણામાં, છ આગ્રામાં, 17 કેસ ઈટાલીથી ફરવા આવેલા ઈટાલીના નાગરિકોના, જેમાંથી આ ગ્રુપના બસના ભારતીય ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ઈટાલીના આ તમામ નાગરિકોને આટીબીપી કેમ્પ છાવલા ખાતે મોકલી દેવાયા છે. કેરળના ત્રણ કેસને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તકે કેસને લઇ જો કોઈ વ્યક્તિને પોઝિટિવ જાહેર કરતા પહેલા બે વાર તેનો ટેસ્ટ થાય છે.