ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે અયોધ્યા ચુકાદો: દેશભરમાં એલર્ટ, 10:30 કલાકે ચુકાદો

નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે. વડાપ્રધાન મોદી સહિતના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.

Ayodhya verdict

By

Published : Nov 8, 2019, 2:21 AM IST

Updated : Nov 9, 2019, 7:03 AM IST

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કેબિનેટની બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, પ્રધાનો ભડકાઉ નિવેદન ન આપે. વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી હતી. જે છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ હતી, જે 16મી ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.

ગૃહમંત્રાલયના સૂત્રો પ્રમાણે, અયોધ્યા ચૂકાદાને લઈને કેન્દ્રએ બધા રાજ્યોએ એડવાઈઝરી જાહેર કરી છે. બધા રાજ્યોને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બર 2010- અલ્હાબાદ હાઈકોર્ટે 2:1ના બહુમતથી વિવાદિત જમીનને ત્રણ સરખા ભાગમાં વહેચવાનો ચૂકાદા આપ્યો. ત્રણ પક્ષ નિર્મોહી અખાડા, રામ લલા અને સુન્ની વક્ત બોર્ડને જમીનને સરખા ભાગે વહેંચી હતી.

Last Updated : Nov 9, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details