દારૂનું સેવન રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી કોરોના વાયરસ તરફ દોરી જશે-WHO - વાઇન શોપ
હૈદરાબાદ: લોકડાઉન નિયમો હળવો થતાં અને દેશભરમાં વાઇન શોપ ખોલવાની મંજૂરી આપવામાં આવતાની સાથે જ રાજ્યોમાં દારૂની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ પરિસ્થિતિમાં, દારૂની દુકાનો પાસે લોકોની ભીડને કાબુ કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.

જોકે, જ્યારે કોવિડ -19 દેશમાં ખતરનાક રીતે ફેલાય રહ્યો છે ત્યારે લોકો માટે દારૂનું સેવન હિતાવાહ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દારૂની આદત સામે ચેતવણી આપી છે કારણ કે કોવિડ -19 વાયરસ સરળતાથી દારૂનું સેવન કરનારાઓના શરીરમાં ફેલાય છે. તેમાં એવું પણ ખુલાસો કરાયો છે કે દારૂનો સેવન કરનાર તેની વર્તણૂકને કારણે સમાજમાં વાયરસ સરળતાથી ફેલાવી શકે છે. નિર્દિષ્ટ મર્યાદા કરતા વધારે દારૂનું સેવન કરવાથી લોકોમાં ન્યુમોનિયા થવાનું જોખમ રહે છે કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આ વાતનો ખુલાશો એક અધ્યયનમાં 2015 થયો છે અને તે "ધ જર્નલ આલ્કોહોલ રિસર્ચ" માં પ્રકાશિત થયો. જ્યારે આલ્કોહોલની ટકાવારી લોહીમાં વધુ હોય છે ત્યારે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શરીરમાં રહેલ કુદરતી સુરક્ષા પ્રણાલીનો નાશ થાય છે
એક અધ્યયન પ્રમાણે દારૂના વધુ સેવનથી પરિવારોમાં ઘરેલું હિંસા થશે અને સમાજમાં મુશ્કેલીઓ ઉભી થશે. આવી ઘટનાઓમાં મહિલાઓ અને બાળકો બંનેને ઇજાઓ થવાની સંભાવના વધારે હોય છે અધ્યયન માં એવું પણ જણાવ્યુ છે કે કે આવી ઘટનાઓમાં ત્વરીત મૃત્યુ થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દારૂના બનાવોને તેની અગ્રતા સૂચિમાં શામેલ કર્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે આ સૂચિ વિશ્વભરમાં દારૂના વેચાણ પર નિયંત્રણ રાખવા માટે પ્રોત્સાહિત કરશે. ડબ્લ્યુએચઓ એ સરકારોને દારૂના વેચાણ અને વાયરસ ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં ભરવા ભલામણ પણ કરી છે.