સરોવરની નગરી ઉતરાખંડના નૈનીતાલમાં દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો લ્હાવો લેવાનું પણ ભૂલતા નથી. પરંતુ નૈનીતાલ આવતા પ્રવાસીઓને એ ખબર નથી હોતી કે, ઠંડીની સિઝનમાં જે ઘોડાની સવારી કરીને તેઓ નૈનીતાલની શાંત અને સુંદર ખીણનો આનંદ માણે છે, તે ઘોડાને ઠંડી દરમિયાન ઉછેરવા માટે તેમના માલીકને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
OMG... અહીં ઘોડાને ઠંડીથી બચાવવા પીવડાવાય છે શરાબ.! - Bitterly cold in northern India
નૈનીતાલ: હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. માણસો ઉપરાંત પ્રાણીઓ પણ ઠંડીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લોકો તેમના પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે. જેથી આ પ્રાણીઓને અસહ્ય ઠંડીથી બચાવી શકાય.
ઘોડાને પીવડાવાય છે શરાબ
ઘોડાના માલીક જણાવે છે કે, હાલમાં નૈનીતાલમાં ખૂબ ઠંડી પડી રહી છે. જેનાથી પોતાના ઘોડાઓને બચાવવા તેમના માલીક ઘોડાની ઉંમર અને આરોગ્ય પ્રમાણે તેને રમ (શરાબ) પીવડાવે છે. ઉપરાંત ઘોડાઓને તંદુરસ્ત રાખવા તેને ગોળ, તેલ અને અજમા ખવડાવે છે. રાત્રિના સમયે ઘોડાઓને ગરમ ધાબળા ઓઢાડવામાં આવે છે. એટલું જ નહીં ઘોડાને પગમાં ઠંડીથી બચાવવા પટ્ટીઓ બંધવામાં આવે છે. સાથે જ માથા ઉપર અને ગળામાં મફલર બાંધવામાં આવે છે. જેથી ઘોડાને ઠંડીથી આરામ મળી શકે.