લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સપા(સમાજવાદી પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પરપ્રાંતિય મજૂર મહિલાને એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એક પરપ્રાંતિય મજૂર મહિલા થોડા દિવસો પહેલા પોતાના નાના બાળકને ટ્રોલી પર ખેંચી રહી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
અખિલેશ યાદવે ટ્રોલી બેગ પર બાળકને ખેંચીને લઈ જતી મહિલાને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી - રાષ્ટ્રીય અધ્યક્ષ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે બાળકને ટ્રોલી બેગ પર ખેંચીને પોતાના વતન જઈ રહેલી મહિલા મજૂરને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
akhilesh yadav
અખિલેશ યાદવે ટ્વીટર પર લખ્યું હતું કે, એક નિર્દોષને આટલી નાની ઉંમરે કેટલી ભયાનક પરિસ્થિમાંથી પસાર થવુ પડી રહ્યું છે. અમે આ બાળકના માતા-પિતાને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપીશું.