ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રયાગરાજઃ કાશી વિશ્વનાથ મંદિરથી જ્ઞાનવાણી મસ્જિદ અને મથુરાને મુક્ત કરાવવા માટે અખાડા પરિષદની બેઠક - અખાડા પરિષદ

કેન્દ્ર અને રાજ્ય સરકારની સહમતિથી 500 વર્ષની લાંબી રાહ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવવાની પણ માગ ઉઠી છે. સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદ હવે કાશીમાં સ્થિત વિશ્વનાથ મંદિરથી જ્ઞાનવાણી મસ્જિદ અને મથુરાને મુક્ત કરાવવાની માગ કરી રહી છે.

Mathura News
Mathura News

By

Published : Sep 7, 2020, 12:07 PM IST

પ્રયાગરાજઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહમતિથી 500 વર્ષની લાંબી રાહ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ હવે કાશી અને મથુરાને મુક્ત કરાવવાની પણ માગ ઉઠી છે. સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદ હવે કાશીમાં સ્થિત વિશ્વનાથ મંદિરથી જ્ઞાનવાણી મસ્જિદ અને મથુરાને મુક્ત કરાવવાની માગ કરી રહી છે. જે માટે સોમવારે સવારે 11 કલાકે 13 અખાડા મહંતની બેઠકમાં સામેલ થશે. આ બેઠકની અધ્યક્ષતા પરિષદ અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી કરશે.

બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાશે

અખાડા પરિષદ અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ જાણકારી આપતા કહ્યું કે, દ્વાદશ જ્યોર્તિલિંગમાં સામેલ કાશી વિશ્વનાથ મંદિર પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનવાપી મસ્જિદને મુક્ત કરવવાની રણનીતિ તૈયાર કરાવવા માટે અખિલ ભારતીય અખાડા પરિષદે સોમવારે, સાત સપ્ટેમ્બરે 11 કલાકે મહત્વની બેઠક બોલાવી છે.

અખાડા પરિષદ અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં પ્રયાગરાજમાં દર વર્ષે લાગતા માધ મેળા અને પ્રયાગરાજ પરિક્રમા માર્ગના મુદ્દાઓ પર ચર્ચા થશે. તેની સાથે જ આ બેઠકમાં બધા તેર અખાડાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, મુગલોએ કાશી વિશ્વનાથ મંદિરના ઉપર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આજે જ્યારે ત્યાં ખોદકામ થઇ રહ્યું છે, ત્યારે ત્યાં સુરંગ અને મંદિરોના બીજા અવશેષ મળી રહ્યા છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે, ત્યાં મંદિર જ છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી વધી રહેલા સંક્રમણને લીધે જાન્યુઆરી 2021 માં સંગમની રેતી પર લાગતા માધ મેળાની તૈયારીઓ પર પણ અસર પડી શકે છે. જે માટે કોરોના કાળમાં પ્રયાગરાજમાં માધ મેળાનું આયોજન કઇ રીતે થશે, તેના પર સાધુ સંતો સાથે વિચાર-વિમર્શ કરવા માટે અખિલ ભારતીય અખાડા પરિષદે બેઠક બોલાવી હતી.

ABOUT THE AUTHOR

...view details