અજમેરઃ વૈશ્વિક મહામારી કોરોનાથી દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. લોકડાઉન અંતર્ગત કેટલાક લોકો તેમના ઘરથી દૂર અલગ અલગ સ્થળોએ ફસાયા છે. આ સ્થિતિમાં કોંગ્રેસના પ્રવક્તા મુઝફ્ફર ભારતીએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિજય જૈને મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટને આ સંદર્ભે એક અહેવાલ મોકલ્યો છે. આ અહેવાલ મુજબ 9 રાજ્યોમાંથી 3075 યાત્રાળુઓ અજમેર દરગાહ વિસ્તારમાં ફસાયેલા છે. જે દરગાહ વિસ્તારની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. જેમાં ઉત્તર પ્રદેશના 569, બિહારના 271, પશ્ચિમ બંગાળના 744, મહારાષ્ટ્રના 255, આંધ્રપ્રદેશના 601, કર્ણાટકના 356, ગુજરાતના 75, દિલ્હીના 28 અને ઝારખંડના 77 યાત્રાળુઓ સમાવિષ્ટ છે.
લોકડાઉનઃ અજમેર દરગાહ વિસ્તારમાં ફસાયેલા 3 હજાર યાત્રાળુઓને ઘર સુધી પહોંચાડવાની માગ - લોકડાઉન દરમિયાન અજમેર શહેર કોંગ્રેસે મુખ્યમંત્રી
લોકડાઉન દરમિયાન અજમેર શહેર કોંગ્રેસે રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનન સમક્ષ માગ કરી છે કે, દરગાહ વિસ્તારમાં ફસાયેલા ત્રણ હજાર યાત્રાળુઓને તેમના ઘરો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કરે. શહેર કોંગ્રેસે સરકારને વિનંતી કરી છે કે, 9 રાજ્યોના આ યાત્રાળુઓેને તેમના ઘરે મોકલવા માટે રાજ્ય સરકાર તમામ રાજ્યોના વડાઓ સાથે વાત કરે.
આ સાથે મુઝફ્ફર ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનના કારણે રેલ્વે અને બસ સેવાઓને મુલતવી રાખવાથી દરગાહ વિસ્તારમાં વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં લગભગ ત્રણ હજાર યાત્રાળુઓ રોકાયા છે. અત્યાર સુધી ભામાશાહ અને બ્લોક કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇમરાન સિદ્દીકીએ આ યાત્રાળુઓની ખાવાની વ્યવસ્થા કરી રહી હતી. પરંતુ થોડા દિવસોમાં રમઝાન મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે યાત્રાળુઓ ઈચ્છે છે કે, સરકારની સહાયથી તેને તેમના ઘરે પહોંચાડવામાં આવે. જેના માટે રાજ્ય સરકારોએ તેમના રાજ્યોના ફસાયેલા યાત્રાળુઓને બોલાવવા કેન્દ્ર સરકાર પર દબાણ કરવું જોઇએ.