ડોભાલ શનિવારે કોલંબો પહોંચ્યા હતા અને તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિના કાર્યાલયે આ અંગે કહ્યું કે, શ્રીલંકા પોતાની સુરક્ષા દળો માટે ઉપકરણોની ખરીદી કરી શકે તે માટે ડોભાલે વાયદો કર્યો છે. આ સાથે જ ભારત 5 કરોડ અમેરિકી ડોલરની સહાય પણ કરશે.
અજીત ડોભાલે શ્રીલંકા રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવા થઈ ચર્ચા
કોલંબો: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવા, સૂચનોને આપવા માટે અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારે આ ચર્ચાની સાથે ભારત તરફથી આ દ્વીતિય રાષ્ટ્રને 5 કરોડ અમેરિકી ડોલરની સહાય આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.
રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવા ડોબાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
છેલ્લા વર્ષે નવેમ્બરમાં રાજપક્ષેના પદ સંભાળ્યા બાદ ડોભાલ કોલંબોના બીજા ઉચ્ચ પદ અધિકારી છે.
Last Updated : Jan 19, 2020, 1:10 PM IST