નવી દિલ્હી: કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ ભાસ્કરને કહ્યું કે, તેમણે નવા પ્રોટોકોલ અંતર્ગત તબક્કાવાર ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં માટે સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરે છે.
એરએશિયા ઈન્ડિયાએ તમામ 21 સ્થળો માટે ફ્લાઈટનું બુકિંગ શરૂ કર્યું
સસ્તી ઉડાન સેવાઓ પ્રદાન કરનારી એરએશિયા ઇન્ડિયાએ તેના તમામ 21 સ્થળોની ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. 25 મેથી દેશમાં વિમાન સેવાઓ ફરી શરૂ થવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ શનિવારે કહ્યું હતું કે, તે સલામત મુસાફરી માટેના તમામ નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન કરશે.
એરએશિયા ઇન્ડિયાએ તમામ 21 સ્થળો માટે ફ્લાઇટની બુકિંગ શરૂ કરી
આ અંગે વધુ જણાવતા તેમણે કહ્યું કે, એરપોર્ટ આવતા પહેલાં,લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પ્રવાસીઓએ બેથી ચાર કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
સરકારે 25 મેના રોજ નિયમો અને શરતો સાથે હવાઇ વિમાનોને મંજૂરી આપી છે. મોટાભાગની શરતો સામાજિક અંતર અને કોરોના ફેલાવાને અટકાવવાના આધારે કરવામાં આવી છે. જોકે, ભાડામાં તીવ્ર વધારો અટકાવવા સરકારે ભાડા મર્યાદાની પણ જાહેરાત કરી છે.