- દિવાળીના જશ્ન બાદ દિલ્હીમાં હવા ખરાબ સ્તરે
- દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હતો
- PM 2.5 પ્રદૂષકનું સ્તર વધ્યું
- દિલ્હીના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તાનું સ્તર ખરાબ
નવી દિલ્હીઃ દિવાળીના જશ્નમાં ફટાકડા ફોડવાને કારણે દિલ્હીની હવામાં PM 2.5 પ્રદૂષકનું સ્તર વધ્યું છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) આનંદ વિહારમાં 481, IGI હવાઇ અડ્ડા ક્ષેત્રમાં 444, ITO માં 457 અને લોધી રોડ વિસ્તારમાં 414 દાખલ કરવામાં આવી છે. આ બધી જગ્યાની વાયુ ગુણવત્તા 'ગંભીર શ્રેણી'માં છે.
દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હતો
વાયુ ગુણવત્તા સૂચકાંકના (AQI) આંકડા શનિવારે રાત્રે 11 કલાકે દાખલ કરવામાં આવી છે. દિલ્હી પ્રદુષણ નિયંત્રણ સમિતિએ (DPCC) આ જાણકારી આપી છે.