ગુજરાત

gujarat

બીએસ ધનોઆ નિવૃત્ત, એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા નવા IAF પ્રમુખ

By

Published : Sep 30, 2019, 1:21 PM IST

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ આજે નિવૃત થયા છે. તેમની જગ્યા એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાની વરણી કરવામાં આવી છે. એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાની આજે નવા વાયુસેના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.

Etv bharat

રિટાયરમેન્ટ પહેલા BS ધનોઆ નેશનલ વૉર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા. BS ધનોઆએ એરમાર્શલ અરુપ રાહાના રિટાયર થયા બાદ 31 ડિસેમ્બર 2016એ પોતાનું પદ ગ્રહણ કર્યું હતું.

ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ

BS ધનોઆનો જન્મ પૂર્વ બિહાર (જે હાલ ઝારખંડ છે)માં થયો હતો. ધનોઆના પિતા IAS અધિકારી હતા. ધનોઆએ ભારતીય રાષ્ટ્રીય સૈન્ય મહાવિદ્યાલય દેહરાદુન અને રાષ્ટ્રીય રક્ષા અકાદમી પુણેથી અભ્યાસ પૂર્ણ કર્યો. એમણે 1992મા વેલિંગટનની રક્ષા સેવા સ્ટૉફ કૉલેજથી શિક્ષણ લીધું.

ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ

કેન્દ્ર સરકારે એરમાર્શલ RKS ભદોરિયાને નવા વાયુસેના પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી ભદોરિયા વાયુસેનાના ઉપ-પ્રમુખ હતા. આજે એમણે વાયુસેના પ્રમુખનો હોદો સંભાળ્યો છે. તેમણે જૂન 1980મા IAFના ફાઇટર સ્ટ્રીમમાં કમીશન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદથી તેઓ અલગ-અલગ પદ પર પોતાની શૈલી દેખાડી ચૂકયા છે.

એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા

ABOUT THE AUTHOR

...view details