ગુજરાત

gujarat

પોતાના જ હેલિકોપ્ટરને તોડી પાડવું એક મોટી ચુક: વાયુસેના પ્રમુખ

By

Published : Oct 4, 2019, 8:05 PM IST

નવી દિલ્હી: વાયુસેનાના પ્રમુખ રમેશ કુમાર સિંહ ભદૌરિયા એ ભારતીય વાયુસેનાના વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં 27 ફ્રેબુઆરીના રોજ કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ પોતાના જ હેલીકોપ્ટરને તોટી પાડ્યું હતું.તેમણે આ અંગે કહ્યું કે, તે સૌથી મોટી ચુક હતી. આ સાથે તેમણે કહ્યું કે આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે.

file photo

એર ફોર્સ ચીફ એર માર્શલ રાકેશ કુમારસિંહ ભદૌરિયાએ સ્વિકાર કર્યો કે,પાકિસ્તાન સાથે હવાઇ ઘર્ષણ દરમિયાન પોતાના જ Mi-17 V5 હેલિકોપ્ટરને તોડી પાડ્યું તે એક મોટી ભુલ હતી. જમ્મુ કાશ્મીરના બડગામમાં ગત 27 ફેબ્રુઆરીએ થયેલી આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના 6 જવાન અને એક સામાન્ય નાગરિકનું મોત નિપજ્યું હતું. એર ફોર્સ ચીફે દેશને આશ્વસ્ત કર્યો કે એવી ચૂક ભવિષ્યમાં ક્યારે પણ નહી થાય.

એર ચીફ માર્શલ આર.કે ભદૌરિયાએ વાયુસેના દિવસ પર આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોર્ટ ઓફ ઇન્કવાયરી પુર્ણ થઇ ચુકી છે. આપણી જ મિસાઇલથી જ આપણુ ચોપર ક્રેશ થયું, આ આપણી જ ભુલ હતી. આપણે બે અધિકારીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમે સ્વિકાર કરીએ છીએ કે આપણી આ મોટી ચુક હતી અને આશ્વસ્ત કરીએ છીએ કે આવી ભુલ ભવિષ્યમાં ફરીથી નહી થાય.

ABOUT THE AUTHOR

...view details