નવી દિલ્હીઃ કોરોના વેક્સિનને લઇને સમગ્ર દેશમાં ઉત્સુકતા જોવા મળી રહી છે, માનવામાં આવી રહ્યું છે કે 2021ની શરૂઆતમાં જ કોરોનાની વેક્સિન આવી શકે છે અને ત્યારબાદ કોરોનાનો ડર રહેશે નહિં. ત્યારે દેશની સૌથી મોટી હોસ્પિટલ એઇમ્સમાં ચાલી રહેલા આઇસીએમઆર અને ભારત બાયોટેકના મદદથી બનાવવામાં આવી રહેલી કોવેક્સીનના ત્રીજા અને ફાઇનલ ફેજ માટે હ્યૂમન ટ્રાયલ માટે વોલન્ટિયર્સ મળી રહ્યા નથી. જો કે જ્યા સુધી ફાઇનલ સ્ટેજ પુરો નહી થાય ત્યા સુધી સામાન્ય લોકોના ઉપયોગ માટે વેક્સિનને મંજૂરી આપવામાં આવશે નહીં.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એઇમ્સમાં કોવેક્સીનના ફાઇનલ સ્ટેજના હ્યૂમન ટ્રાયલ માટે AIIMSને વોલન્ટિયર્સ મળી રહ્યા નથી, જાણવા મળ્યું છે કે વોલન્ટિયર્સને પણ સામાન્ય લોકોની જેમ લાગવા લાગ્યું છે કે, હવે થોડા સમયમાં વેક્સિન બજારમાં આવવાની છે અને તો હ્યૂમન ટ્રાયલનો ભાગ કેમ બનીએ ?
ફક્ત 200 વોલન્ટિયર્સએ જ નામ નોંધાવ્યા