સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ઈડીએ ફૈઝલ પટેલને આ કેસમાં સમન્સ મોકલ્યું છે. ફૈઝલ પટેલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના પુત્ર છે. આ મામલે ગુરુવારના રોજ ફૈઝલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ત્રીજી વખત હશે જ્યારે પૂછપરછ માટે તેમને બોલાવ્યા હોય.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્રને EDનું સમન્સ, આવતી કાલે પૂછપરછ માટે બોલાવ્યા - ed
ન્યૂઝ ડેસ્ક: સ્ટર્લિંગ બાયોટેક કેસમાં EDએ ફૈઝલ પટેલને સમન્સ મોકલ્યું છે. ફૈઝલ પટેલ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર છે.
સીબીઆઈએ ઓક્ટોબર 2017માં સ્ટર્લિંગ બાયોટેકના નિર્દેશક નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા વિરુદ્ધ 5383 કરોડ રુપિયાના ફ્રોડ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેને આધાર માની ઈડીએ ફરિયાદ દાખસ કરી હતી.
સ્ટર્લિંગ બાયોટેકે આંધ્રા બેંકની આગેવાની હેઠળની બેંકો પાસેથી 5000 કરોડનું ઉધાર લીધું હતું. કંપની દ્વારા દેવું ન ચૂકવતા તે NPAમાં સમાવેશ થયો હતો. આ દેવાની કિંમત હવે 8100 કરોડ આંકવામા આવી રહી છે. તેથી ઈડીએ સીબીઆઈની ચાર્જસીટને આધાર માની સ્ટર્લિંગ બાયોટેક પર છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે.