મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ મુલાકાતને મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કરી નિતિન ગડકરી સાથે મુલાકાત - નિતિન ગડકરી સાથે મુલાકાત
નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને લઈ અનેક અટકળો થઈ રહી છે.
ahmed patel meets nitin gadkari
અહેમદ પટેલે નિતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જો કે, મુલાકાત બાદ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર કોઈ ચર્ચા થઈ નથી.
પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાતમાં તેમની સાથે ખેડૂતોની કફોડી હાલતને લઈ વાતચીત થઈ છે. રાજકારણની કોઈ વાત થઈ નથી.
Last Updated : Nov 6, 2019, 12:15 PM IST